પાલનપુર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગોળા ગામે લોકજાગૃતિ સેમિનાર યોજાયો.
પાલનપુર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગોળા ગામે લોકજાગૃતિ સેમિનાર યોજાયો.
બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર દેશમાંથી સાયબર ક્રાઇમના અનેક બનાવો સામે આવતા હોય છે. જેને લઈ બનાસકાંઠા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પાલનપુર તાલુકાના ગોળા ગામે લોક જાગૃતિ સેમીનાર સાઇબર ક્રાઇમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ એટલે શું તેમજ તેના પ્રકારો સાઇબર સિક્યુરિટી, એન્ડ્રોઇડ મોબાઇલ ઉપયોગ, સાયબર ફ્રોડના રોજબરોજ બનતા બનાવો, સાયબર ફ્રોડનો બનાવ બને તો શું કરવું જોઈએ જેવા મુદ્દાઓ વિશે વિગતવાર પોલીસ દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા હતા.