પાલનપુર સરકારી નર્સિંગ કોલેજમાં છાત્રાઓને જમ્યા બાદ ફૂડ પોઇઝનીંગ થતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
પાલનપુર સરકારી નર્સિંગ કોલેજમાં છાત્રાઓને જમ્યા બાદ ફૂડ પોઇઝનીંગ થતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
પાલનપુર સરકારી નર્સિંગ કોલેજમાં 9 છાત્રાઓને શુક્રવારની રાત્રે જમ્યા બાદ ફૂડ પોઇઝનીંગ થતા શનિવારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં રવિવારે વધુ એક છાત્રાને દાખલ કરવામાં આવી હતી. જેમની તબિયત હવે સુધારા પર છે.
પાલનપુર સરકારી મેડિકલ કોલેજમાં પ્રથમ અને બીજા વર્ષમાં અભ્યાસ કરતી છાત્રાઓએ શુક્રવારની રાત્રે હોસ્ટેલમાં બટાકાનું શાક અને કઢી-ખીચડી આરોગી હતી. જે બાદ શનિવારે સવારે ફૂડ પોઇઝનીંગની અસર થતાં 9 છાત્રાઓની હાલત લથડતા તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જેમાં રવિવારે એક વધુ છાત્રાને ફૂડ પોઈઝનિંગની અસર દેખાતા સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. જેમની તબિયત હવે સુધારા પર છે.