ત્રિશૂલિયા ઘાટ પર લક્ઝરી બસ પલટી,30થી વધુ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા.
ત્રિશૂલિયા ઘાટ પર લક્ઝરી બસ પલટી,30થી વધુ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા.
અંબાજી-દાંતા વચ્ચે આવેલા ત્રિશૂલિયા ઘાટમાં અનેક અકસ્માતો સર્જાતા હોય છે. ત્રિશૂલિયા ઘાટમાં અવારનવાર ટ્રક, બસ સહિત કારના અકસ્માતો સર્જાતા હોય છે. એને લઈને અનેક જાનહાનિ પણ સર્જાય છે. ત્યારે આજે વધુ એક અંબાજી વચ્ચે આવેલા ત્રિશૂલિયા ઘાટમાં એક ખાનગી બસનો અકસ્માત સર્જાયો છે.
અંબાજી અને દાંતા વચ્ચે આવેલા ત્રિશૂલિયા ઘાટમાં આજે ખાનગી બસ પલટી મારી હતી. છેલ્લા 20 દિવસથી આ બસ યાત્રા પર નીકળી હતી અને આજે આ ખાનગી બસનો અકસ્માત દાંતા જોડે આવેલા ત્રિશૂલિયા ઘાટમાં થયો છે. અંબાજી દર્શન કર્યા બાદ મોઢેરા જતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર મુસાફરો જામનગર, મોરબી અને રાજકોટના રહેવાસી છે. આ લક્ઝરી બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. ત્યારે આજે અકસ્માત સર્જાતાં 30થી વધુ યાત્રિકો ઘાયલ થયા છે.
ઇજાગ્રસ્તોને 108 મારફત દાંતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અંબાજી દર્શન કર્યા બાદ મોઢેરા જતી વખતે આ ખાનગી બસનો અંબાજી-દાંતા વચ્ચે આવેલા ત્રિશૂલિયા ઘાટમાં અકસ્માત સર્જાયો છે. અકસ્માત સર્જાતાં ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં જોવા મળ્યાં હતાં. ત્યારે ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી, તો સાથે સાથે ફાયર ફાઈટર અને 108ની ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે. ઘાયલોને અને બસમાં ફસાયેલા મુસાફરોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે.