સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગુજરાત ના તમામ ડેપોમાં સ્વચ્છ યાત્રા શુભ યાત્રા ના અભિયાન ને ખુલ્લું મુકવામાં આવ્યું
સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના માર્ગદર્શન તળે માનનીય વાહનવ્યવાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આજરોજ ગુજરાત ના તમામ ડેપોમાં સ્વચ્છ યાત્રા શુભ યાત્રા ના અભિયાન ને ખુલ્લું મૂકવાના સંકલ્પ ને આજરોજ પાલનપુર ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર,નગરપાલિકા ના પ્રમુખ શ્રી ચીમનભાઈ સોલંકી,નગરપાલિકા ના ઉપપ્રમુખ શ્રી નાગજીભાઈ દેસાઈ ની વિશેષ ઉપસ્થિતિ માં પાલનપુર ડેપો ખાતે સ્વચ્છ યાત્રા શુભ યાત્રા ના રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. પાલનપુર વિભાગના વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન તળે આજે સુંદર સ્વચ્છતા રથનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર ડેપોના ડેપો મેનેજર શ્રી મેવાડા,રણજીતસિંહ હડિયોલ,રાજુભાઈ દેસાઈ,જીતુભાઈ ભૂતાડિયા,રાજુભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં એસ.ટી.ના કર્મચારી શ્રી રતિલાલ ચૌહાણ અને શ્રી નિસર્ગ નાયક એમની ટીમ દ્વારા સુંદર શેરી નાટક રજુ કરવામાં આવ્યું જેનું મુસાફર જનતા દ્વારા જોરદાર તાળીઓ થી વધાવી સ્વચ્છ બસ સ્વચ્છ બસ સ્ટેન્ડ રાખવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી અમૃતભાઈ જુડાલ દ્વારા કરવામાં આવ્યું