અંજલિ મગજના સર્જરી,સફળ ઓપરેશન બાદ વધેલ બાકીની રકમ ચેક દ્વાર અર્પણ.
અંજલિ મગજના સર્જરી માટે સંસ્થા એજ્યુફ્ન ફાઉન્ડેશનની મુહિમ દ્વારા અંજલિના સફળ ઓપરેશન બાદ વધેલ બાકીની રકમ ચેક દ્વાર અર્પણ.
ધાનેરાની સરકારી શાળા ધોરણ – 7માં ભણતી દીકરી અંજલિ માથાનાં ઇન્ફેકશનના કારણે ખોપડી છ મહિના પહેલા કાઢેલ, હવે નવી 3ડી ખોપડી ફિટ કરાવવા માટે વિવિધ શાળાના બાળકો, સ્ટાફ મિત્રો અને સહયોગીઓ દ્વારા કુલ 4,58,981/- રૂપિયા સહયોગ સંસ્થા પાસે એકત્ર થયો. જેમાથી 94,500/- રૂપિયા 3D ખોપડી ઇંપ્લાંટ માટે WINN TECHNOSERV કંપનીને ઓનલાઈન ચુકવેલ અને બાકીના 3,64,481/- રૂપિયાનો ચેક ધાનેરાના પી. આઈ. સાહેબશ્રી એ. ટી. પટેલ, કિશોરભાઈ શાહ (જીવદયા), નિલેશભાઈ રાજગોર(પીપળ મેન) , હીરાલાલ શાહ, ગૌરવભાઈ સોલંકી અને વિવિધ શાળાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં અંજલિના પરીવારને આપવામાં આવ્યો. સંસ્થાની મુહિમ દ્વારા અંજલિના પરિવારને 60,259/- રકમ રોકડ મળેલ છે. આમ કુલ અંજલિ માટે 5,19,240/- રકમ સહયોગ મળેલ છે.
સંસ્થાના કાર્યકર ચંપકલાલ જાની એ જણાવ્યું કે અંજલિ માટે આવેલ સહયોગમાંથી સંસ્થાએ કોઈ ખર્ચ કરેલ નથી અને પૂરેપૂરી રકમ અંજલિને આપવામાં આવશે.
સંસ્થા દ્વારા અંજલિને મદદ માટે દાન ઉત્સવ-Joy of Givingમા ભાગ લેનાર શાળાના પ્રતિનિધિઓને મહેમાન શ્રીઓના હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સંસ્થાના દાતાશ્રી યોગેશભાઈ સોની દ્વારા અંજલિને દત્તક લીધી છે અને એના પરવરીશ અને તેના અભ્યાસ માટે સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. એજ્યુફ્ન ફાઉન્ડેશનના પ્રમુખ પારસભાઈ સોનીએ જણાવ્યુ કે ભવિષ્યમાં દીકરી અંજલિને જયારે પણ જરૂર પડશે ત્યારે અમે મદદ ચોક્ક્સ કરીશું.
Bhikhalal Prajapati