ભાભર-રાધનપુર હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અક્સમાત સર્જાતા કારમાં સવાર એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા

બનાસકાંઠા જિલ્લાના ભાભર-રાધનપુર હાઈવે આજે સાંજના સમયે કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અક્સમાત સર્જાતા કારમાં સવાર એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકો ઘાયલ થતા તેઓને સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના ભાભરના રોયટા અને ગોસણ ગામ વચ્ચે ટ્રેલર અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બે લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થતા રાધનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બે લોકોના મોત નિપજતા કુલ મૃત્યુઆંક ચાર થયો હતો. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે રાધનપુરથી મહેસાણા ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિકજામ થતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. અકસ્માતમાં ભોગ બનેલા પરિવારજનોની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!