Breaking News
પાલનપુરમાં નવીન બનતો પુલ ધરાસાઇ, સીસીટીવી વાયરલ થયા.

પાલનપુરમાં નવીન બનતો પુલ ધરાસાઇ, સીસીટીવી વાયરલ થયા.

પાલનપુરના આરટીઓ જુના ચેકપોસ્ટ પર બનતો નવીન પુલ આજે બપોરે અંદાજે ત્રણ વાગ્યા આજુબાજુના સમયમાં અચાનક ધરાશાહી થયો હતો જ્યારે પુલ નીચે ઉભેલ એક રીક્ષામાં અંદાજે બે થી ત્રણ જણ આ ફૂલ નીચે જકડાઈ ગયેલ છે આ પુલ પડવાની ઘટના બનતા જ તંત્ર સફાળું જાગી ઘટના સ્થળ પર આવી પહોંચ્યું હતું. કલેકટર, એસ.પી., ફાયર જેવી વિવિધ સરકારી તંત્ર કામે લાગી ગયું હતું અને બચાવ કાર્ય શરૂ કરેલ છે.
જ્યારે નજરે જોનારનું કહેવું છે કે બે થી ત્રણ વ્યક્તિ કુલ નીચે ઊભેલી રીક્ષામાં હતા એક વ્યક્તિ સીસીટીવી માં દેખાય છે કે કુલ કૂટતા ની સાથે જ પોતાના બચાવ માટે ભાગતો નજરે પડી રહ્યો છે પરંતુ આરસીસીના સ્લેબ નું વજન વધારે હોવાના કારણે કોઈનું બચવું મુશ્કેલ છે

જોકે કોન્ત્રકતર ની  બેદરકારી સામે આવી હતી અને ત્યાં કામ કરતા મજુરો સહીત સાઈટ એન્જીનીયર સહીત બધા ભાગી  છુટ્યા હતા,

તંત્ર દ્વારા હેવી ટ્રેનો બોલાવાઈ અને સ્લેબ ઉપાડવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરેલ છે અને વાયર ની ટીમ દ્વારા ગડરોને ખીલાસરીઓને કાપી સ્લેબ ઉપાડવાની કામગીરીમાં મદદરૂપ પ્રક્રિયા શરૂ કરેલ છે અને કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગાંધીનગરથી એક્સપર્ટ ની ટીમ આવ્યા પછી કુલ પડવાનું કારણ જાણી શકાશે.

https://youtu.be/fl4euKe8cY0?si=YgMOtH9zsBmK5V6y

મૃતક

અજયભાઈ ખોડાભાઈ શ્રીમાળી ઉમર- 30

મયુરભાઈ શ્રીમાળી 20

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!