તથ્ય પટેલને કોઈ રાહત નહીં
તથ્ય પટેલને કોઈ રાહત નહીં, ગ્રામ્ય સેશન્સ કોર્ટે ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી
આરોપીના ગુન્હામાં IPC કલમ 304 અને 308 દૂર કરવા કરવાની અરજી કોર્ટે ફગાવી
અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે પોલીસે ફરિયાદ દાખલ કરીને ચાર્જશીટ રજૂ કરી હતી. ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ટ્રાયલ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી. જે બાદ આજે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાંથી પણ તથ્ય પટેલને કોઈ પણ જાતની રાહત મળી નથી. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આ કેસમાં ચાર્જફ્રેમની પ્રક્રિયા અને આરોપીઓના વકીલ દ્વારા ફાઈલ કરાયેલ ડિસ્ચાર્જ અરજીને કોર્ટે નામંજૂર કરી છે.
ગ્રામ્ય સેશન્સ કોર્ટે ડિસ્ચાર્જ અરજીને નામંજૂર કરી
ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આ કેસના ટ્રાયલમાં આરોપીના વકીલે ડિસ્ચાર્જ અરજી રજુ કરી હતી. આ અરજીમાં તથ્ય પટેલ પર નોંધાયેલા ગુન્હામાં IPC ની કલમ 304 અને 308 દૂર કરવા અને પ્રગ્નેશ પટેલના પર નોંધાયેલા ગુન્હામાં IPC ની કલમ 279, 337, 338, 304, 308 દૂર કરવા રજૂઆત કરાઈ હતી. પરંતુ કોર્ટે આજે ચુકાદો આપતા તથ્ય પટેલ પર નોંધાયેલા ગુન્હામાં IPC ની કલમ 304 અને 308 દૂર કરવાની અરજીને નામંજૂર કરી છે.
અકસ્માતની આ ઘટના બાદ આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે અકસ્માત સ્થળે આવીને લોકો સાથે મારા મારી કરીને ઝઘડો કર્યો હતો. તેણે લોકોને ડરાવી ધમકાવીને પોલીસને જાણ કર્યા વિના જ આરોપીને ઘટના સ્થળેથી લઈ ગયા હતાં. આ ઘટનામાં જરૂરી દસ્તાવેજો, FSL રીપોર્ટ, પોલીસ કમિશ્નરનું ઝડપ અંગેનું જાહેરનામું, જેગુઆર ગાડીના કંપનીના રીપોર્ટ જેમાં એ પણ જાહેર થયા છે કે, અકસ્માત સમયે ગાડીને બ્રેક લાગી નથી વગેરે કોર્ટ સમક્ષ મૂકાયા છે. આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે. બીજી તરફ આજે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આ કેસ ટ્રાયલ માટે ઓપન થતાંની સાથે જ આરોપીના વકીલે ડિસ્ચાર્જ અરજી રજુ કરી હતી. આ અરજીમાં તથ્ય પટેલ પર નોંધાયેલા ગુન્હામાં IPC ની કલમ 304 અને 308 દૂર કરવા અને પ્રગ્નેશ પટેલના પર નોંધાયેલા ગુન્હામાં IPCની કલમ 279, 337, 338, 304, 308 દૂર કરવા રજૂઆત કરાઈ હતી.