પાલનપુર માંથી ગુમ થયેલ વિદ્યાર્થીને ગણતરીના કલાકમાં શોધી વાલીને સોપતી પૂર્વ પોલીસ બનાસકાંઠા
પાલનપુર માંથી ગુમ થયેલ વિદ્યાર્થીને ગણતરીના કલાકમાં શોધી વાલીને સોપતી પૂર્વ પોલીસ બનાસકાંઠા
પાલનપુરમાં આવેલ સિલ્વર બેલ સ્કૂલ ગોબરી રોડ ધોરણ ચારમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી વિહાન વિક્રમભાઈ પટેલ શાળા છૂટ્યાના સમયસર ઘરે ન પહોંચતા લક્ષ્મીપુરા શેરી નંબર 11 માં રહેતા વિક્રમભાઈએ તાત્કાલિક પૂર્વ પોલીસ મથક માં ફરિયાદ આપી હતી અને પોલીસ પણ તાત્કાલિક એક્શન મોડમાં આવી બાળકની શોધખોળ આદરી હતી, અને પોલીસ ઇન્સ્પેક્ટર એસ કે પરમાર પાલનપુર પૂર્વ પોલીસ મથક નાઓએ માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ના માણસો દ્વારા ગુમ થયેલ બાળકને અલગ અલગ 25 જેટલી જગ્યાએ અને કેટલાક સીસીટીવી કેમેરા તપાસી ગુમ થયેલ બાળકને ગણતરીના કલાકોમાં પાલનપુરના નવા બસપોર્ટમાંથી શોધી કાઢેલ અને તેના માતા પિતાને સોંપી પ્રશંસનીય કામગીરી કરી હતી
આ પ્રશંસનીય કામગીરીમાં પૂર્વ પોલીસ સ્ટેશન પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. કે.પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ કૌશિકભાઇ, પોલીસ હેડ કોસ્ટેબલ જોરાવરસિંહ, પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ, પોલીસ કોન્સ્ટેબલ સોહતખાન, અને પોલીસ કોન્સ્ટેબલ દિનેશકુમાર સાથે ટીમ પોલીસ બનાસકાંઠાએ જહમત ઉઠાવી આ પ્રશંસનીય કામગીરી કરી હતી