પાલનપુરના એરોમા સર્કલ પાસે રિક્ષા આગળ જતા ટ્રકમાં ઘૂસી ગઈ, રિક્ષાચાલક ફસાઈ જતા બહાર કાઢવામાં આવ્યો
પાલનપુરના એરોમા સર્કલ પાસે ટ્રેલરના ચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા આગળ જતા ટ્રકમાં ઘૂસી ગઈ, રિક્ષાચાલક ફસાઈ જતા બહાર કાઢવામાં આવ્યો
પાલનપુર એરોમા સર્કલ પાસે રિક્ષાને પાછળથી ટ્રેલરે ટક્કર મારતા રીક્ષા આગળ ઉભેલા ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રીક્ષા ચાલક રિક્ષામાં ફસાઈ જતા પોલીસ તેમજ લોકોએ રીક્ષા ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમા સર્કલ પાસે એક રીક્ષાને પાછળથી આવી રહેલા ટેલરે ટક્કર મારી હતી. ઉભેલી રીક્ષાને ધડાકાભેર ટક્કર મારતા રીક્ષા આગળ ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી અને અડધી રીક્ષા ટ્રક નીચે ઘૂસી ગઈ હતી. જેથી રિક્ષાચાલક રીક્ષામાં ફસાયો હતો. અકસ્માત સર્જાતા એરોમા સર્કલ પર લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા તાત્કાલિક પોલીસ પણ દોડી પહોંચી હતી. પોલીસ અને લોકોની ભારે જહેમત બાદ ટેન્કરને રિક્ષામાં ફસાયેલા રીક્ષા ચાલકને બહાર નીકળવામાં આવ્યો હતો. રીક્ષા ચાલકને ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જોકે અકસ્માતને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.