હિંમતનગરમાં 21 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત

હિંમતનગરમાં 21 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત.

હિંમતનગરમાં 21 વર્ષીય યુવાન કેવિન રાવલનું હાર્ટ અ કિંમત થયું છે જેની સાથે પરિવાર પર દુઃખનો પાઠ તૂટી પડ્યો છે આ વર્ષે જ કેવિન રાવલે રોબોટિક સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો આ અંગેની માહિતી અનુસાર શુક્રવારના મોડી રાત્રે કેવિન રાવલ ઘરમાં ઢળી પડ્યો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલના હાજર તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો કેવિન રાવલે રોબોટિક સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અચાનક પુત્રના નિધનથી પરિવારજનોને આઘાતમાં શરીર પડ્યા છે.

બીજી તરફ શુક્રવારે રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે મોત થવાની એક પછી એક ઘટના બની રહી છે જેમાં સુરતના પલસાણાના બગુમરા ગામના ગણેશ વિસર્જન દરમિયાન ગરબા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દરમિયાન દર્શન જયેશભાઈ રાઠોડ નામનો 21 વર્ષે યુવક ગરબા રમતા રમતા ઢળી પડ્યો હતો. બાદમાં યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જોકે યુવકને સારવાર મળે એ પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

છેલ્લા એક વર્ષમાં ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા સમાજમાં એક ભય અને ઊંચાકની સ્થિતિ જોવા મળી રહી છે અને આ પ્રકારના બનાવો કોરોના કાર્ડ પછીના સમયમાં જોવા મળી રહ્યા છે અગાઉ આવા બનાવો ખૂબ લાંબા સમયે જવલ્લે જ નોંધાતા હતા પરંતુ હાલના સમયમાં આવા બનાવો છાશવારે બની રહ્યા હોવાથી સમાજમાં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે નવરાત્રીમાં ગરબા રસિકો માટે સાવધાની રાખવાનો કિસ્સો સામે આવ્યો છે કારણ કે ગુજરાતનો આરોગ્ય કથળી રહ્યું છે એવું અમે નહીં આંકડા કરી રહ્યા છે ગુજરાતમાં હૃદય રોગ કેન્સર અને કિડનીના દર્દીઓમાં વધારો થયો છે રાજ્યમાં આરોગ્યની સુવિધા સામે અનેક સવાલ ઉઠ્યા છે કોરોના પછી રાજ્યમાં ઠેર ઠેર હૃદય રોગના કેસોમાં બમણો વધારો થઈ રહ્યો છે એક વર્ષમાં હૃદય રોગના ત્રણ લાખ 37હજાર 266 કેસ નોંધાયા છે

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!