ધરપડા ગામે થી વિદેશી દારૂ સાથે કિ.રૂ-૯૭,૩૬૦/-નો મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર
ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ધરપડા ગામની સિમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો તેમજ બિયરટીન મળી કુલ નંગ-૮૮૮ કિ.રૂ-૯૭,૩૬૦/-નો મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર-બનાસકાંઠા”
એલ.સી.બી. સ્ટાફના માણસો ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ઢુવા ગામે પાસે આવતા મળેલી બાતમી હકીકત આધારે આરોપી ઓપજી મદારજી ઠાકોર રહે.ધરપડા તા.ડીસા જી.બનાસકાંઠાવાળો પોતાના કબ્જા ભોગવટાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી તેમજ બિયરનો જથ્થો રાખી વેપાર તેમજ કટીંગ કરે છે જે હકીકત આધારે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તેમજ બિયર ટીનની કુલ બોટલ નંગ-૮૮૮ કિ.રૂ.૮૭,૩૬૦/- તથા મોબાઇલ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- એમ કુ.કિ.રૂ.૯૭,૩૬૦/- નો મુદ્દામાલ સાથે બે આરોપીઓ પકડાઇ ગયેલ હોઇ બન્ને આરોપીઓ તેમજ અન્ય આરોપીઓ વિરૂધ્ધમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
(૧) અલ્પેશજી લવિંગજી ઠાકોર રહે.ધરપડા તા.ડીસા
(૨) ભરતજી મિરખાનજી ઠાકોર રહે.ધરપડા તા.ડીસા
(૩) દારૂ મંગાવનાર ઓપજી મદારજી ઠાકોર રહે.ધરપડા તા.ડીસા
(૪) દારૂ ઉતારનાર ફોર્ચ્યુનર ગાડી સાથે બે ઇસમો
(૫) ઉતારેલ દારૂ માંથી અમુક દારૂ ભરી જનાર વિસ્ટા ગાડી તેમજ તેનો ચાલક
ભીખાલાલ પ્રજાપતિ