વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73 મો જન્મદિવસે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા પાલનપુર સિવિલમાં જન ઔષધી કેન્દ્ર ખુલ્લુ મુકાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73 મો જન્મદિવસે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા પાલનપુર સિવિલમાં જન ઔષધી કેન્દ્ર ખુલ્લુ મુકાયું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73 માં જન્મદિવસ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત ભરમાં 73 પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર શરૂ કર્યા
આજે 17 સપ્ટેમ્બર ના રોજ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના 73 માં જન્મદિવસે નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત બ્રાન્ચ દ્વારા ગુજરાતમાં 73 જગ્યાએ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર શરૂ કર્યા છે જેના ભાગરૂપે બનાસકાંઠામાં આવેલ પાલનપુર સિવિલ હોસ્પિટલ અને ડીસા ખાતે પણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે
પાલનપુરમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બનાસકાંઠા જિલ્લા બ્રાન્ચ દ્વારા સ્ટેજ બ્રાન્ચ ના સહયોગથી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે વડાપ્રધાન જન ઔષધી કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ ઔષધી કેન્દ્રમાં 80% જેટલી સસ્તી દવાઓ ગરીબ દર્દીઓને મળી રહે તે હેતુથી આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અને પાલનપુર સિવિલમાં આવતા દર્દીઓને સસ્તી અને સારી ગુણવત્તાની દવાઓ મળી રહે તે માટેની રેડ ક્રોસ સોસાયટી દ્વારા એક પહેલ કરવામાં આવી છે
આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બનાસકાંઠા જીલ્લા બ્રાંચ ના ચેરમેન ગીરીશભાઈ જગાનીયા,ડોક્ટર ગીરધરભાઈ પટેલ, પ્રવીણભાઈ પ્રજાપતિ(પવનભાઈ), સાથે નગરપાલિકા કોર્પોરેટર જાગૃતિબેન મેહતા, અશોકભાઈ પટેલ તેમજ શહેરના નાગરિકો હાજર રહ્યા હતા.
પાલનપુર સિવિલમાં આવતા દર્દીઓ માટે વડાપ્રધાન જન ઔષધી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી આ ઔષધી કેન્દ્ર ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે અહીં મળતી દવાઓ 80% જેટલી સસ્તી અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી દવાઓ અહીં દર્દીઓને ઉપલબ્ધ કરવામાં આવશે – ડોક્ટર ગિરધરભાઈ પટેલ
પાલનપુર અને જિલ્લાભરમાંથી આવતા ગરીબ દર્દીઓને દવાઓ સસ્તી મળી રહે તે આશયથી ખુલ્લુ મુકવામાં આવ્યું છે ગીરીશભાઈ જગાણીયા