વિદ્યાધામ-ભાગળ(પીં )શાળાના વિધાર્થીઓનો રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ
વિદ્યાધામ-ભાગળ(પીં)સંચાલિત એસ. ડી. એલ. શાહ હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ ડીસામાં જિલ્લા કક્ષાની સાયકલીંગ (રોડ)સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાં શાળાના અંડર-17 બહેનોમાંથી પ્રજાપતિ રીયા કનુભાઈ અને અંડર-19ભાઈઓ અને બહેનોમાંથી નાયકા ઇકરામ કરસનભાઈ અને પ્રજાપતિ વિધિ હસમુખભાઈ બનાસકાંઠા જિલ્લાની સાયક્લિંગ હરિફાઈ ટીમમાં પસંદગી પામ્યા. જે હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જેમને વ્યાયામ શિક્ષક જયંતિભાઈ. એન. ચૌધરીએ માર્ગદર્શન આપ્યું હતું. પ્રમુખ કે. ડી. શાહ, ટ્રસ્ટીઓ તથા શાળાના આચાર્ય કિરીટકુમાર જે. પટેલે અભિનંદન પાઠવ્યા હતા.