ઉદયનિધિ અને પ્રિયાંક ખડગે વિરૂદ્ધ ફરિયાદ દાખલ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો થયો કેસ
તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના પુત્ર અને તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ અને મલેરિયા સાથે કરી હતી. તેમનાં આ નિવેદનને લઈને ઉત્તર પ્રદેશના રામપુરના બે સિનિયર વકીલ રામ સિંહ લોધી અને હર્ષ ગુપ્તાએ મંત્રી ઉદયનિધિ સ્ટાલિન અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના પુત્ર પ્રિયાંક ખરગે સામે ધાર્મિક લાગણીઓને દુભાવવા અંગે ફરિયાદ નોંધાવી છે.