ધાન્યધાર પ્રજાપતિ સમાજ ના નવીન પ્રમુખની વરણી કરાઈ.
ધાન્યધાર પ્રજાપતિ સમાજ ના નવીન પ્રમુખની વરણી કરાઈ.
બનાસકાંઠા ધાન્યધાર પ્રજાપતિ સમાજ ટ્રસ્ટ ના કારોબારી સભ્યો ના હોદ્દાઓ ની ત્રણ વર્ષ ની મુદ્દત પૂર્ણ થતાં આજરોજ ધાન્યધાર પ્રજાપતિ સમાજ ના સાતગોળ કારોબારી હોદ્દેદારો ની મિટિંગ ૪૨ ગોળ પ્રજાપતિ છાત્રાલય ખાતે યોજવામાં આવી હતી જેમાં ધાન્યધાર પ્રજાપતિ સમાજના પ્રમુખ તરીકે ભીખાભાઈ દેવા પ્રજાપતિ ધોતા મહામંત્રી તરીકે શંકરભાઈ પ્રજાપતિ ગાદલવાડાની નિમણુક કરવામાં આવી.
સમાજ નાં ન્યાય સમિતિ નાં પ્રમુખ તરીકે મોહનભાઈ વાલાભાઈ પ્રજાપતિ કાંટ વાળાની નિમણુક કરવામાં આવી, ત્યારબાદ સમાજના હિસાબો રજૂ કરવામાં આવ્યા ને સમાજ નાં દીકરા દીકરીઓ માટે ૨૪ મા સમુલગ્ન યોજવા માટેની ની તારીખ ૧૮ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી. અને ૨૩ મા સમૂહ લગ્નનાં હિસાબોની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું, અને સમાજ માં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે તે પ્રકારનું આયોજન કરવું ને સમાજ ની દીકરીઓ અન્ય સમાજ ના દીકરાઓ સાથે લગ્ન કરે તો માતા પિતા ની સંમતિ ફરજિયાત બને તેવા નવા સુધારા સાથેનો કાયદો બને તેમાટે નો ઠરાવ પસાર કરી સરકાર ને મોકલી આપવાનું ઠરાવવામાં આવ્યું હતું, સાથે સમાજ માં નવા બનેલ પ્રમુખ અને બીજા સભ્યો સાથે રહી સમાજ ની વાડી માટે જમીન લેવી અને સમાજ ના યુવા વર્ગ ને સાથે રાખી યુવાધન ને આગળ લાવવાની નેમ રાખી હતી. અને સમાજ ની બહેનો ના ઉત્થાન માટે મહિલા સંમેલન કરી બહેનો ને આગળ લાવવાની વાત નવા પ્રમુખ ભીખાભાઈ એ સમાજ માં કહી હતી. અંતે સૌ જમીને છુટા પડેલા.
ભીખાલાલ પ્રજાપતિ