ગાયે આખું ગામ અડફેટે લીધું

વિફરેલી ગાયે મહેસાણા માથે લીધું:દોડાવી દોડાવીને યુવકોને શિંગડે ચડાવ્યા, એકને તો નીચે પાડી લાતો મારી, ચારને ગંભીર ઇજાઓ

રાજ્યભરમાં રખડતાં ઢોરોની સમસ્યા વકરી રહી છે. ત્યારે મહેસાણાની સ્થિતિ કંઇક વધુ જ વકરી રહી છે. રવિવારે સમી સાંજે જે ઘટના મહેસાણામાં ઘટી એના સીસીટીવી જોઇને ભલભલાના રુવાડા ઉભા થઇ જાય. શહેરના શોભાસણ રોડ પરની સાહિલ ટાઉનશીપ નજીક એક ગાયે દોડાવી દોડાવીને યુવકોને શિંગડે ચડાવ્યા હતા. જેમાં ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે એકને તો ગાયે એટલો બધો રગદોળી નાખ્યો છે કે, તેની સ્થિતિ વધું ગંભીર છે.

યુવક ભાગ્યો પણ ગાયે પીછો ન છોડ્યો
મહેસાણાના શોભાસણ રોડ પર આવેલી સાહિલ ટાઉનશીપ -માં તોફાને ચડેલી ગાયે આતંક મચાવ્યો હતો. સામે આવેલા સીસીટીવીમાં જોવા મળે છે કે, એક યુવક પાછળ પડેલી ગાયથી જીવ બચાવવા ભાગ્યો હતો, પરંતું ગાય તેનો પીછો છોડવા તૈયાર નહોતી. જેમાં ભાગતો ભાગતો યુવક એક ખુલ્લા ચોકમાં પહોંચ્યો ગાયો પાછળી શિંગડે ચડાવીને ભોયભેગો કરી નાખ્યો હતો અને પગથી લાતો મારી હતી. સતત એક મિનિટ સુધી યુવકના શરીરને ખુદતી રહી હતી.

યુવક ઉભો થયો તો ગાયે ફરીથી ઉંધેકાંધ નાંખ્યો
આ દરમિયાન નજીકમાંથી અન્ય લોકો યુવકને બચાવવા લાકડીઓ લઇ આવી જતા યુવકને બચાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાય મચક આપતી ન હતી અને તેની પાછળ પડતા તેઓ પણ જીવ બચાવી ભાગી ગયા હતા. આ સમયે યુવક ત્યાંથી ઉઠીને ભાગ્યો હતો, પરંતુ ગાયે પાછો તેનો પીછો કરી ફરી રોડ પર પટક્યો હતો અને ફરીથી પગથી લાતો મારતા તેને ઇજાઓ થઈ હતી.

રિક્ષા ચાલકના કારણે જીવ બચી ગયો
આ સમયે એક રિક્ષા ચાલક કે બુદ્ધિ વાપરી રિક્ષા ઇજા પામેલા યુવકની નજીક લઇ આવી યુવકને રિક્ષા બેસાડી દીધો હતો. ગાયે રિક્ષા ને પણ ધક્કો મારી ઊંધી પાડવા પ્રયત્ન કર્યો હતો. જોકે, રિક્ષા ચાલકે રિક્ષા ભગાડી મુકતા યુવકનો જીવ બચી ગયો હતો. ગંભીર ઇજા થતાં આ યુવકને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય ચાર યુવકોને પણ ઇજાઓ પહોંચી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી જોતા ભલભલાના રુવાડા ઉભા થઇ ગયા હતા.

ઇજાગ્રસ્તોના નામ

  • 1. ઇમરાન હૈદરભાઈ બહેલીમ
  • 2. મુજીદ મજીદ શેખ
  • 3. સાજીદભાઇ મનસુરી
  • 4. અકીલબેજ યુસુબભાઇ મીરજા

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!