બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનોએ વડાપ્રધાનને રાખડી મોકલી
બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનોએ વડાપ્રધાનને રાખડી મોકલી
પાલનપુર ભાજપ કાર્યાલય ખાતે વડાપ્રધાનના લાંબા આયુષ્ય માટે કામનાઓ કરાઈ
પાલનપુર,
ભારતભરમાં હર્ષો ઉલ્લાસ સાથે ભાઈ બહેનના પવિત્ર પ્રેમને ઉજાગર કરતું રક્ષાબંધન પર્વ નજીકમાં છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબૂત કરવા બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા પાલનપુર ભાજપ કાર્યાલય ખાતેથી વડાપ્રધાનને રાખડીઓ મોકલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પાલનપુર ખાતે આવેલ ભાજપ કાર્યાલય ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રભારી પુષ્પાબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને અને જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરાની ઉપસ્થિતિમાં રક્ષાબંધનના પર્વ નિમિતે દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબૂત કરવા રાખડીઓ મોકલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ અગ્રણી કુમુદબેન જોષી,માજી ધારાસભ્ય રેખાબેન ખાણેસા,પાલનપુર નગરપાલિકા પ્રમુખ કિરણબેન રાવલ, કોકિલાબેન પ્રજાપતિ સહિત જિલ્લામાંથી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી વડાપ્રધાનને રાખડીઓ મોકલી આપી હતી અને વડાપ્રધાનના લાંબા આયુષ્ય તેમજ તેમનું આરોગ્ય નિરોગી રહે તેવી કામનાઓ કરવામાં આવી હતી.
ભીખાલાલ પ્રજાપતિ