શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણમાં સ્વાતંત્ર્ય દિવસની ઉલ્લાસભેર ઊજવણી કરવામાં આવી.
શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણમાં સ્વાતંત્ર્ય દિવસની ઉલ્લાસભેર ઊજવણી કરવામાં આવી.
આજરોજ ૭૭ મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણ ખાતે ગામના સરપંચશ્રી સોમાભાઈ માલુણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય ઉત્સવમાં શ્રી માલણ કેળવણી મંડળના મંત્રીશ્રી નરસિંહભાઈ પી. ભટોળ તેમજ ઉપસરપંચ રાજેન્દ્રસિંહ ચૌહાણ તથા પંચાયતના તમામ કારોબારી સભ્યો, સંજયભાઈ ચૌધરી, તથા માલણ ગામના આગોવાનો, માલણ પ્રાથમિક શાળાના આચાર્યા શ્રીમતી રમીલાબેન ચૌધરી તથા તેમનો સમગ્ર સ્ટાફ તથા માલણ ખાનગી પ્રાથમિક શાળાનો સમગ્ર સ્ટાફ તથા તમામ શાળાના બાળકો ઉપસ્થિત રહયા હતા. જેમાં ટી.પી.હાઈસ્કૂલની બાળકો, માલણ પ્રાથમિક શાળાના બાળકો તેમજ ખાનગી પ્રાથમિક શાળાના બાળકોએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી અને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. શાળાના આચાર્યશ્રી ડો.રાજેશ પ્રજાપતિએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને પ્રસંગોચિત ભાષણ આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શ્રી જે.ડી.રાવલે કર્યું હતું. શાળાના આચાર્યશ્રીએ કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવા બદલ શાળા પરિવારના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.