પાલનપુરમાં ગઠામણનો ઓવરબ્રિજ પિલ્લર પર બનાવો નહિતર આંદોલનના મૂડમાં વેપારીઓ

પાલનપુર-અમદાવાદના ગઠામણ ચોકડી ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજિત 25 કરોડના ખર્ચે બનનાર ઓવરબ્રીજને પીલ્લર પર બનાવવા જુદા જુદા 15 થી વધુ એસો. દ્વારા જન આંદોલનની તાયારીઓ આરંભાઈ છે. પ્રાથમિક તબક્કામાં સાંસદ અને પાલનપુર ધારાસભ્યને પત્ર લખી વેપારી એસો. દ્વારા સમગ્ર સ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા હતા. રજૂઆતને અંતે જો યોગ્ય પગલાં નહી લેવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે..

પાલનપુર-મહેસાણા 6 લેન પ્રોજેક્ટ માટે હાઈ સ્પીડ કોરિડોર બનવામાં આવનાર છે. જેને લઇ પાલનપુર સુધીના તમામ જંકશન ઉપર બ્રેક ન મારવી પડે તે પ્રકારે ઓવરબ્રિજ બનવાના છે. ગઠામણ ચોકડી ખાતે પણ 25 કરોડના ખર્ચે બનનનાર ઓવરબ્રીજને પીલ્લર પર બનાવવા અત્યારથી જ આંદોલનના જનમંડાણ થયા છે. સોમવારે જુદાજુદા એસોસિએશનના વેપારીઓએ પાલનપુર ધારાસભ્ય સહિતના આગેવાનોને બોલાવી સમગ્ર સ્થિતિથી વાકેફ કર્યા હતા. વેપારીઓએ જણાવ્યું કે ” આ ઓવરબ્રીજની ડીઝાઈન મુજબ તે આજુબાજુ દિવાલો પર બનાવવાનો છે, જેનાથી આજુબાજુના ધંધાર્થીઓ – રહેવાસીઓને ખુબજ અગવડતા થશે. અગાઉ રેલ્વે ઉપર બનાવેલ ઓવર બ્રીજ પણ આવો જ બનાવેલો હોવાથી પારાવાર નુકશાન અને હાડમારી દરેકની જાણમાં છે.

તે વખતે થયેલી ભુલ ફરીથી ન થાય તે માટે સાંસદ અને ધારાસભ્યની કક્ષાએથી સરકારમાં તાત્કાલીક રજુઆત કરી આ પુલ બીમ-કોલમ વાળો બનાવવામાં આવે તેવી પાલનપુરની તમામ સંસ્થાઓ, એસોસીએશનો, અગ્રણીઓ અને જાહેર જનતાની માંગણી છે. જેને ધ્યાનમાં લઈ બીમ- પિલ્લર વાળો ઓવર બ્રીજ બનાવવા સરકારમાં ભારપુર્વક રજુઆત કરવા અનુરોધ કર્યો હતો. જો સરકાર દ્વારા આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.જોકે ધારાસભ્ય અનિકેત ઠાકર એ બધા પ્રશ્ન સાંભળી યોગ્ય નિકાલ લાવવા ખાતરી આપી હતી. “

એસોસીએસન ના પ્રતિનિધિ હાજર રહ્યા.

ઘી બ.કાં.વેપારી મહા મંડળ, લાયન્સ કલબ, રોટરી કલબ, બિલ્ડર્સ એસોસીએશન, ધી બ.કાં.ડાયમંડ ફેક્ટરી ઓનર્સ એસોસીએશન, ઘી પાલનપુર કરિયાણા મર્ચન્ટ એસોસીએશન,ધી પ્લાયવુડ એન્ડ હાર્ડવેર ટ્રેડર્સ એસોસીએશન,પાઈપ એન્ડ સેનેટરી ટ્રેડર્સ એસોસીએશન,માર્બલ એન્ડ ગ્રેનાઈટ ફાઉન્ડેશન, અરાવલ્લી મિનરલ્સ એસોસીએશન , ચાર્ટડ એકાઉન્ટન્સ એસોસીએશન, ઈન્કમટેક્ષ પ્રેકટીશ્નર્સ એસો., સ્ટીલ ટ્રેડર્સ એસોસીએશન, સબમર્શિબલ પંપ એસોસીએશન

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!