આર.આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ખાતે અમદાવાદની લિબર્ટી કેરિયર એકેડેમીના સહયોગથી વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ, પાલનપુર સંચાલિત આર.આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ખાતે અમદાવાદની લિબર્ટી કેરિયર એકેડેમીના સહયોગથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે જરૂરી માર્ગદર્શન મળી રહે તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી તેઓને વિનામુલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની તાલીમ પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી એક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્લેસમેન્ટ સેલ કન્વીનર ડૉ.કે.સી.પટેલ દ્વારા આમંત્રિત વક્તાનો પરિચય તથા કાર્યક્રમ અંગેની વિગતો આપવામાં આવી હતી. કાર્યક્રમમાં અમદાવાદ લિબર્ટી કેરિયર એકેડેમીના માર્ગદર્શક શ્રી કૃષભભાઈ પટેલ તથા તેમના સહયોગીયો દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સરકારી નોકરી મેળવવા જરૂરી તૈયારી તેમજ તેમની ઉજ્જવળ કારકિર્દી માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. તાજેતરમાં સરકારશ્રી દ્વારા વિવધ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે શરુ થનારી યોજનાઓ અંતર્ગત વિનામૂલ્યે તાલીમ મેળવવાની માહિતી પણ પૂરી પાડવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમમાં બી.એસ.સી. તથા એમ.એસસી.ના લગભગ કુલ ૧૧૦ જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં આસી.ડીરેકટર શ્રી કે.ડી.શામલ, પ્રો.જે.એન.પટેલ તથા રસાયણશાસ્ત્રના અધ્યાપકોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ભીખાલાલ પ્રજાપતિ