ગુજરાત પ્રજાપતિ સમાજની અમદાવાદ પ્રજાપતિ હોસ્ટેલ ખાતે સાધારણ સભા યોજાઈ
ગુજરાત પ્રજાપતિ સમાજની અમદાવાદ પ્રજાપતિ હોસ્ટેલ ખાતે સાધારણ સભા યોજાઈ
ગુજરાત પ્રજાપતિ સમાજને અમદાવાદમાં આવેલ ડ્રાઇવિંગ રોડ પર પ્રજાપતિ છાત્રાલયમાં સાધારણ સભા કરવામાં આવી તેમાં ગત વર્ષના હિસાબો વંચાણે લેવાયા તેમજ નવા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી,
ગુજરાત ઘરમાંથી આવેલા પ્રજાપતિ સમાજના અગ્રણીઓ દ્વારા પ્રજાપતિ છાત્રાલયમાં સાધારણ સભા યોજી તેમાં મુખ્યત્વે ત્રણ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી જેમાં બહેનો માટે હોસ્ટેલ બનાવવી સંગઠનને મજબૂત કરવું અને ગુજરાત પ્રજાપતિ સમાજને 100 વર્ષ પૂરા થતા હોય શતાબ્દી ની ઉજવણી કરવા બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ગુજરાત ભર થી આવેલા પ્રજાપતિ સમાજના હોદ્દેદારોએ પોતાના મંતવ્યો આપ્યા હતા, અને આવનાર સમયમાં પ્રજાપતિ સમાજને કેવી રીતે આર્થિક શિક્ષણ અને રાજકીય ક્ષેત્રે આગળ લાવવો તેની ચિંતા કરવામાં આવી હતી.
સાથે સાથે ગુજરાત પ્રજાપતિ સમાજને 100 વર્ષ પૂર્ણ થતા હોય સતાપથી મહોત્સવ ઉજવવો અને ગર્લ્સ હોસ્ટેલ બનાવવી અને સંગઠનને મજબૂત કરવા ઉપર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ સભાના અગ્રણી કેશુભાઈ પ્રજાપતિએ પોતાના વિચારો વ્યક્ત કરતા સમાજ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સમાજને આગળ લાવવા માટે સમાજના દરેક વર્ગના લોકોએ એક થઈ અને આગળ વધવું પડશે ત્યારે જ આપણો સમાજ બધી જ રીતે આગળ વધી શકશે અને પોતાનામાં રહેલ કૌશલ્યને બહાર લાગુ પડશે અને તન મન ધનથી મહેનત કરી આગળ આવવું પડશે
ગુજરાત ભરતી આવેલ અગ્રણીઓ તેમાં બનાસકાંઠા વતી પીનાકીનભાઈ ઓઝા, બાબુભાઈ ચડોખીયા, હરગોવિંદભાઈ વાલમિયા અને પ્રવીણભાઈ પ્રજાપતિ પવનભાઈ આ મિટિંગમાં ભાગ લીધો હતો
પ્રજાપતિ સમાજને 100 વર્ષ પૂર્ણ થતા હોય શતાબ્દીની ઉજવણી કરવા, ગર્લ્સ હોસ્ટેલ બનાવવા અને સંગઠનને મજબૂત બનાવવા એક કમિટી બનાવવામાં આવી હતી, જેમાં ગુજરાતભરના અગ્રણીઓ હોસભેર પોતાનું નામ નોંધાવ્યું હતું અને દરેક જિલ્લા માંથી એક બે સદસ્યોને આ કમિટીમાં રાખવામાં આવ્યા હતા.