જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીએ શ્વાનના બચ્ચાનો જીવ બચાવ્યો
જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીએ શ્વાનના બચ્ચાનો જીવ બચાવ્યો
તારીખ ૦૫/૦૮/૨૦૨૩ ના રોજ બપોરે હિંગળાજ પ્લાસ્ટિક ધર્મેન્દ્ર ભાઈનો ફોન આવ્યો અને જણાવ્યું કે પાલનપુરમાં રેલ્વે સ્ટેશન રોડ પાસે ભગવતી શોપિંગ સેન્ટરના બાજુમાં એક શોપિંગના ભોયરામાં ખુલ્લી કુંડીમાં સ્વાનનું બચ્ચું પડી ગયેલ છે તો જીવદયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી તાત્કાલિક ત્યાં પહોંચીને શોપિંગમાં જાળી લોક થી બંધ હતી લોક તોડીને ખુલ્લી પાણીની કુંડીમાં સીડી થી નીચે ઉતરીને કુંડીમાં પાણી હતું અને કુંડી લાંબી હતી સ્વાનનું બચ્ચું સળીયાથી થી આગળ કરીને હાથથી પકડીને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું હતું જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી ૧૦ મિનિટમાં ભારે જહેમત બાદ એક નાનકડા શ્વાન નો જીવ બચાવ્યો હતો જીવ પ્રેમી ઠાકોર દાસ ખત્રી ની સેવાને શોપિંગ સેન્ટર ના વેપારીઓએ આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતાં