ચિત્રાસણી ૧૦૮ ની ટીમને પ્રસુતિ પીડા નો કોલ મળતા સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળક ને નવજીવન બક્ષ્યું

ચિત્રાસણી ૧૦૮ ની ટીમને પ્રસુતિ પીડા નો કોલ મળતા સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળક ને નવજીવન બક્ષ્યું

પાલનપુર તાલુકાના મલાણા ગામના વાડીવિસ્તાર માં રહેતાં સુરતાબેન ને પ્રુસુતી ની પીડા ઉપડતા જ તેમના પતિએ 108 ને કોલ કર્યો હતો.આ કોલ ચિત્રાસણી 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ની ટીમ ને મળતા ૧૦૮ ના ઈએમટી ગંગારામભાઈ ચૌધરી અને પાઈલોટ ભવાનજી મહુડિયા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં. ઘટના સ્થળ પર પહોંચ્યાં પછી EMT દ્રારા તપાસ કરતા સગર્ભાની પરિસ્થિતિ ગંભીર માલુમ પડતા તરત જ એમ્બ્યુલન્સ માં લઈ ને હોસ્પિટલ તરફ રવાના થઈ ગયા હતા પરંતુ થોડાક જ આગળ જતા ઈએમટી ગંગારામભાઈ દ્વાર દર્દી ને તપાસતા કરતા બાળક નું માથું બહાર દેખાતું હોવાથી એમ્બ્યુલન્સ સાઈડ કરાવી ડિલિવરી એમ્બ્યુલન્સ માં જ કરાવી પડે તેમ હોવાથી આથી ઈએમટી દ્વારા અમદાવાદ ખાતે 108 ના ડૉ શ્રી ને દર્દીની સંપૂર્ણ માહિતી આપી તેમની સલાહ મુજબ અને ૧૦૮ ના પાયલોટ ભવાનજી ની મદદ વડે એમ્બુલન્સ માં જ સફળતા પુર્વક બાળક નો જન્મ કરાવવામાં આવ્યો હતો. તથા વધુ સારવારર્થે માતા અને બાળક ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચિત્રાસણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાળક નો જન્મ થતા પરિવાર માં હર્ષોલ્લાસ ની લાગણી ફેલાઈ હતી. આમ 108 એમ્બ્યુલન્સ દ્વારા કટોકટી ના સમયે જરાપણ વિલંબ કર્યા વગર એમ્બુલન્સમાં જ ડિલિવરી કરાવતા માતા અને બાળક ને નવજીવન મળ્યું હતું . પ્રોગ્રામ મેનેજર હેમંત સોલંકી  અને EME નિખિલ પટેલ દ્રારા ટીમ ની પ્રશનીય કામગીરી બદલ બિરદાવવા માં આવ્યા હતા

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!