કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ આજે વાવ બેઠક માટે ચૂંટણી પ્રચાર કરશે
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ આજે વાવ બેઠક માટે ચૂંટણી પ્રચાર કરશે
બનાસકાંઠાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ આજે બનાસકાંઠાના વાવ પ્રવાસે છે. શ્રી પાટીલ અહીં વિધાનસભા કાર્યકર્તાઓ સાથે બેઠક અને ચૂંટણી પ્રચાર કરશે. વાવ બેઠક પર 13 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી માટે મતદાન થશે, અને 23 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે.