આજે ઉજાસના પર્વ એવા દિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી.

આજે ઉજાસના પર્વ એવા દિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી.

પ્રકાશ પર્વ દિવાળીની આજે રાજ્યભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે.

પ્રકાશ પર્વ દિવાળીની આજે રાજ્યભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે ઉજવાતી દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે  ઘરે ઘરે દિવડા રંગોળીના સુશોભન જોવા મળી રહ્યા છે. આજે ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજનનું અનેરૂં મહત્વ છે. વેપારીઓ ચોપડા પૂજન કર્યા બાદ કામકાજ બંધ કરશે.

રાજ્યના વિવિધ મંદિરોમાં દિવાળી નિમિત્તે વિશેષ શણગાર, રોશની કરાયા છે. રાજ્યભરના મંદિરો રોશનીથી ઝળહળી રહ્યા છે. વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો મંદિરોમાં જોવા મળી. તો બજારોમાં પણ છેલ્લી ઘડીની ખરીદી માટે મોડી રાત સુધી ભીડ જોવા મળી હતી. લોકોમાં ફટાકડા અને મીઠાઇ દ્વારા દિવાળી ઉજવણીનો અનેરો થનગનાટ જોવા મળ્યો. મોડી રાત સુધી લોકો નવા વસ્ત્રો, સુશોભનની ચીજવસ્તુઓ, ફટાકડાની ખરીદી કરતા જોવા મળ્યા.

પ્રકાશ પર્વ દિવાળીની ઉજવણી ગાંધીનગર અક્ષરધામ મંદિરમાં પણ કરવામાં આવશે. ૧૦ હજાર દિવડા સાથે મંદીર પ્રાંગણમાં ગ્લો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે.  BAPS સ્વામિનારાયણ મંદીર ગાંધીનગર ખાતે આજથી ૮ નવેમ્બર સુધી દિપોત્સવની ઉજવણી થશે.

આ દરમિયાન રાજ્યભરમાં ગઇકાલે કાળી ચૌદસની પરંપરાગત ઉજવણી કરાઇ. રાજ્યના હનુમાન મંદિરો અને શનિ મંદિરોમાં વિશેષ યજ્ઞ પૂજનનું આયોજન કરાયું હતું.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!