નારી શક્તિ અને સશક્તિકરણ ને સાર્થક કરતી કાણોદરની બે દીકરીઓ.
નારી શક્તિ અને સશક્તિકરણ ને સાર્થક કરતી કાણોદરની બે દીકરીઓ.
આશા રબારી અને હરસિધ્ધિ પરમાર બી.એસ.એફની ટ્રેનિંગ પૂર્ણ કરીને માદરે વતન આવતા માનભેર સ્વાગત કરાયું.
ભારત માતાકી જય અને દેશભક્તિના ગીતોના રંગે રંગાયું કાણોદર ગામ
માતાપિતાના સપના પુરા કરવા અને માં ભોમની રક્ષા કરવા ઘણો સંઘર્ષ કરી વર્દી મેળવી છે: આશા રબારી
પાલનપુર તાલુકાના કાણોદર ગામની બે દીકરીઓ આશા રબારી અને હરસિધ્ધિ પરમાર જેઓ કઠિન પરિશ્રમ અને તનતોડ મહેનત બાદ બોર્ડર સિક્યુરિટી ફોર્ષની પરીક્ષા પાસ કર્યા બાદ આ બન્ને દીકરીઓની એક વર્ષની ટ્રેનિંગ અર્થે પંજાબ ખાતે મુકવામાં આવી હતી. જે ટ્રેનિંગ પૂર્ણ કરી બન્ને દીકરીઓ આજ રોજ માદરેવતન કાણોદર ખાતે આવતા કાણોદર હાઇવે થી લઈ ઘર સુધી ભારત માતાકી જયના નારા સાથે દરેક સમાજના લોકો રાષ્ટ્ર ધ્વજ લઈ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ડી.જે ના દેશભક્તિના ગીતોના રંગે રંગાયા જોવા મળ્યા હતા ત્યારે માતાપિતા સહિત સમગ્ર ગામના લોકોની છાતી ગજ ગજ ફૂલી ગઈ હતી.
કાણોદર ગામની બે દીકરીઓને માં ભોમની રક્ષા માટે પચ્છિમ બંગાળ ના કોલકત્તામાં પોસ્ટિંગ મળ્યું છે. ત્યારે ઘર પરિવારનો ત્યાગ કરી દેશની રક્ષામાટે જવા એટલોજ ઉમંગ જોવા મળ્યો હતો.
આ બન્ને દીકરીઓને ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન આવતા વાજતે ગાજતે માનભેર સન્માન સાથે હાઇવેથી વરઘોડું નીકાળવામાં આવ્યું હતું જ્યાં તેમનું ગ્રામજનો દ્વારા ફુલહાર થી સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે નોરતા નિવાસી સંત દોલતરામ મહારાજ, સંત શિરોમણી વશરામજી મહારાજ તેમજ નામી અનામી સંતો મહંતો, વિવિધ સંગઠનો,સરપંચ, ડે. સરપંચ અને પત્રકાર મિત્રો સહીત મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંપૂર્ણ સફળ સંચાલન અને શબ્દવાણી રોશનબેન દેસાઈએ કર્યું હતું. અને અંતે આભાર વિધિ પૂર્વ આર્મીમેન નરેશસિંહ બોડાણાએ કરી હતી ત્યાર બાદ આવનાર તમામ મહેમાનોને ભોજન કરાવી કાર્યક્રમને વિરામ આપ્યો હતો