સમગ્ર ગુજરાત પ્રજાપતિ સમાજનું ગૌરવ… રીતુ પ્રજાપતિ
સમગ્ર ગુજરાત પ્રજાપતિ સમાજનું ગૌરવ…
ગુજરાતની ફેન્સીંગ ( તલવારબાજી ) ખેલાડી રીતુ પ્રજાપતિની કોરીયા ખાતે તારીખ 1 અને 2 નવેમ્બર દરમ્યાન યોજાનાર જુનિયર મહિલા વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં પસંદગી થયેલ છે…
રીતુ પ્રજાપતિ મહેસાણા કેશરપુરા ગામની દિકરી છે. ખેતરમાં કામ કરતા કરતા આ દિકરી આજે વર્લ્ડ લેવલે પહોંચીને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની છે ત્યારે એનાં માતા પિતાને વિશેષ અભિનંદન દીકરીને સપોર્ટ કરવા માટે
રીતુ પ્રજાપતિ અને પરિવારને અભિનંદન સાથે સાથે હાર્દિક શુભકામનાઓ આપતા મનોજ પ્રજાપતિ (સરગમ બિલ્ડર સુરત ) એ જણાવ્યું હતું કે રીતુ એ પોતાના માતા પિતા અને પ્રજાપતિ સમાજ નું નામ રોશન કર્યું છે.
ગુજરાતની ઋતુ પ્રજાપતિ સેબર વર્લ્ડ કપ અને તાલીમ માટે કોરિયા રવાના
ગુજરાતની ફેન્સીંગ ખેલાડી રીતુ ખેલાડીની કોરિયા ખાતે તારીખ ૧ અને ૨ નવેમ્બર દરમિયાન યોજાનાર જુનિયર મહિલા વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં પસંદગી થયેલ છે ખેલાડીને વિશેષ તાલીમનો લાભ મળે તે માટે ફેન્સીંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાના મહામંત્રી રાજીવ મહેતા અને એમેચ્યોર ફેન્સીંગ એસોસિએશન ઓફ ગુજરાત સ્ટેટ ના મંત્રી ભરતજી ઠાકોરના દ્વારા કોરિયન ફેન્સીંગ ફેડરેશન સાથે ચર્ચા કરી ભારતની બે મહિલા ખેલાડીઓને કોરિયાની ઓલમ્પિક ટીમના ખેલાડીઓને તાલીમ મળે તેવી વ્યવસ્થા ગોઠવી છે જેમાં કોરિયા સ્થિત ડોંગ યુનિવર્સિટી જ્યાં કોરિયાની ઓલમ્પિક ટીમના ખેલાડીઓ તાલીમ લે છે ત્યાં ભારતની બે ખેલાડી બહેનો ગુજરાતની રીતુ પ્રજાપતિ અને હરિયાણાની એક દીકરી આખરી ૨૨મી ઓક્ટોબરથી ત્રણ નવેમ્બર સુધી તાલીમ માં જોડાશે જે માટે તેઓ આજે રવાના થયેલ છે. આ બંને ખેલાડીઓની ફ્લાઈટ ટિકિટ, તાલીમ દરમિયાન કોરિયામાં નિવાસ અને ભોજનનો ખર્ચ કોરિયન ફેન્સીંગ ફેડરેશન દ્વારા કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે રીતુ પ્રજાપતિ મૂળ મહેસાણા જિલ્લાની છે તે હાલમાં અમદાવાદ સ્થિત વિજય ભારત ફાઉન્ડેશન સંચાલિત ફેન્સી એકેડેમીમાં ખેલો ઇન્ડિયા ખેલાડી તરીકે તાલીમ મેળવી રહી છે રાયપુર છત્તીસગઢ ખાતે યોજાયેલ જુનિયર નેશનલ માં સિલ્વર મેડલ જીત્યો છે આ સિવાય રીતુ પ્રજાપતિએ રાષ્ટ્રીય કક્ષાએ ઘણા મેડલ જીત્યા છે તેમજ જુનિયર વર્લ્ડ ફેન્સીંગ ચેમ્પિયનશિપ અને જુનિયર એસોસીએશન ફેન્સીંગ ચેમ્પિયનશિપમાં દેશનું પ્રતિનિધિત્વ કરેલ છે રીતુ પ્રજાપતિ કોરિયામાં ઓલમ્પિક ટીમ સાથે તાલીમ મેળવી શીખે અને અનુભવ મેળવે તથા જુનિયર વર્લ્ડ કપ અને આગામી સ્પર્ધાઓમાં સારો દેખાવ કરે તે માટે મનોજ પ્રજાપતિ (સરગમ બિલ્ડર સુરત ) એ અભિનંદન પાઠવેલ છે