‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ અભિયાનનો આજથી રાજ્યવ્યાપી આરંભ: પત્રકારો ને ફીટ રાખવાનો પ્રયત્ન
‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ અભિયાનનો આજથી રાજ્યવ્યાપી આરંભ
‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ અભિયાનનો આજથી રાજ્યવ્યાપી આરંભ થઇ રહ્યો છે. મુખ્યમંત્રીના હસ્તે અભિયાનનો આરંભ થયો છે. અમદાવાદના જૂના વાડજ સ્થિત રેડક્રોસ ભવન ખાતેથી આ અભિયાનનો આરંભ થયો.
‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ અભિયાનનો આજથી રાજ્યવ્યાપી આરંભ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ અભિયાનનો આરંભ થયો છે. અમદાવાદના જૂના વાડજ સ્થિત રેડક્રોસ ભવન ખાતેથી આ અભિયાનનો આરંભ થયો. આ અભિયાન અંતર્ગત મીડિયાકર્મીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. સાંપ્રત ઘટનાઓથી લોકોને સતત અપડેટ રાખવા માટે હંમેશા પત્રકારો સતત દોડધામ કરતાં હોય છે. ત્યારે સતત તાણ અને શારીરિક અને માનસિક રીતે સક્રિય રહેતા પત્રકારોના આરોગ્યની ચિંતા કરવી પણ અત્યંત જરૂરી છે.
રાજ્ય સરકારે પત્રકારોના આરોગ્યની ચિંતા કરીને આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજદ્યો છે. રેડક્રોસના ઉપક્રમે રાજ્યવ્યાપી આરોગ્ય ચકાસણી કાર્યક્રમ શરૂ આજથી થવા જઇ રહ્યો છે. જેમાં પત્રકારોના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે.