સુરત જિલ્લામાં મોટા બોરસરા ગામની સીમમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર


સુરત જિલ્લામાં મોટા બોરસરા ગામની સીમમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. પોલીસને જાણ થતાં તાત્કાલિક હરકતમાં આવી ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. આ ઘટનામાં માંડવીના તડકેશ્વરમાં આરોપીઓ હોવાની જાણ થતા પોલીસ તડકેશ્વર ગામે પહોંચી હતી. જ્યાં પોલીસને જોઈને ત્રણેય આરોપીઓ ભાગવાનો પ્રયત્ન કરતા તે સમયે પોલીસે ફાયરિંગ કર્યું હતું.

સુરત જિલ્લામાં મોટા બોરસરા ગામની સીમમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. પોલીસને જાણ થતાં તાત્કાલિક હરકતમાં આવી ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. જે બાદ સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસ આરોપીઓની શોધમાં હતી. આ ઘટનામાં માંડવીના તડકેશ્વરમાં આરોપીઓ હોવાની જાણ થતા પોલીસ તડકેશ્વર ગામે પહોંચી હતી. જ્યાં પોલીસને જોઈને ત્રણેય આરોપીઓ ભાગવાનો પ્રયત્ન કરતા તે સમયે પોલીસે ફાયરિંગ કર્યું હતું.

આ ત્રણ આરોપીઓ પૈકી બે નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે રાજુ નામનો આરોપી ફરાર થઈ ગયો હતો. આજે બપોર બાદ ત્રણમાના એક આરોપી શિવ શંકર ચૌરસિયાની તબિયત લથડતા સુરત સિવિલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયુ છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, આખી રાત શેરડીના ખેતરમાં ૩૦૦ પોલીસકર્મીઓ સર્ચમાં લાગ્યા હતા. ઘટનાથી ૫૦૦  મીટર દૂર મળેલી બાઈક નંબર માટે સુરત ક્રાઈમ બ્રાંચની મદદ લેવાઇ હતી. તે વિસ્તાર કોર્ડન કરાયો હતો. એક આરોપી રાજુ ભાગવામાં સફળ રહ્યો હતો. ​​​​મુન્ના અને શિવશંકરને પકડવા માટે ફાયરિંગ પણ કરાયું હતું.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!