વડગામ ના છાપી વિસ્તારમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ ની કામગીરી કરવામાં આવી.
વડગામ ના છાપી વિસ્તારમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ ની કામગીરી કરવામાં આવી.
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ . પ્રકાશભાઈ ચૌધરી, મેડિકલ ઓફિસર છાપી ,આયુષ એમ.ઓ. છાપી તા. હેલ્થ સુપરવાઇઝર એલ. એ નાઈ માર્ગદર્શન હેઠળ છાપી ગામ તથા હાઇવે ખાતે આરોગ્ય સ્ટાફ દ્વારા ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન ,સ્મોક ફ્રી વિલેજ,અન્વયે તમાકુ એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમાકુ ની પ્રોડક્ટ વેચતા લારી ગલ્લા પાન પાર્લર પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ,જેમાં COTPA -2003 એકટ ની કલમ હેઠળ કાયદાનું પાલન ના કરનાર વેપારી, દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી .આ સાથે આરોગ્ય વિભાગ અને પોલીસ સ્ટાફ ના સહયોગથી સેનિટેશન કામગીરી હાથ ધરી ,લારી – ગલ્લા ,હોટલો ને સ્વચ્છતા જાળવવા પણ સૂચના આપવામાં આવી હતી ઉપરોક્ત ડ્રાઇવ અંતર્ગત રૂપિયા 1850 જેટલો દંડ વસુલવા માં આવ્યો હતો.