વડગામ સરકારી આયુર્વેદ હોસ્પિટની સિધ્ધિ, પ્રચ્છાન કર્મ દ્વારા માથા ની ટાલ માં બાલનું પુનઃ પ્રત્યારોપણ
વડગામ સરકારી આયુર્વેદ હોસ્પિટની સિધ્ધિ, પ્રચ્છાન કર્મ દ્વારા માથા ની ટાલ માં બાલનું પુનઃ પ્રત્યારોપણ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત તાલુકા મથક વડગામ ખાતે કાર્યરત જિલ્લા ની સૌથી મોટી સરકારી આયુર્વેદ હોસ્પિટલ માં અધિક્ષક ડૉ. ઉર્વશીબેન મોદી દ્વારા હોસ્પિટલમાં સારવાર કરાવવા આવતા તમામ પ્રકારના દર્દીઓ ને આયુર્વેદ પધ્ધતિ દ્વારા સો ટકા રીઝલ્ટ આવ્યું હોવાનું સારવાર માટે આવતા દર્દીઓના પ્રતિક્રિયા માં જાણવા મળ્યું છે. અહીં વડગામ ની આર્યુવેદ હોસ્પિટલોમાં સ્થાનિક લોકો ઉપરાંત રાજસ્થાન ના દર્દીઓ સારવાર કરાવવા આવે છે. વિશેષમાં વડગામ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ની સેવાકીય પ્રવૃતિઓની દેશની મોટી ધાર્મિક સંસ્થાઓએ નોંધ લીધી છે. જે સંદર્ભે વડગામ ખાતે બહેનો માટે ધ્યાન યોગ ભક્તિ કરવા એક સંસ્થા નું સેન્ટર કાર્યરત થવાનું છે. તાજેતરમાં એક દર્દી ને ટાલ પડતાં અધિક્ષક ડૉ.ઉર્વશીબેન મોદી દ્વારા પ્રચ્છાન કર્મ દ્વારા પુનઃ કુદરતી બાલ આવ્યા હોવાનું રિઝલ્ટ પ્રાપ્ત થયું છે. આમ તમામ પ્રકારના દર્દીઓ ની સારવાર વિનામૂલ્યે સેવાનો હેતુ
વડગામ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ની સેવાકીય પ્રવૃતિઓ એ બનાસકાંઠા જિલ્લા નું ગૌરવ વધાર્યું છે.