સ્વસ્તિક મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે હેપ્પી લાઈફ વિષય ઉપર કાર્યક્રમ યોજાયો…

સ્વસ્તિક મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે હેપ્પી લાઈફ વિષય ઉપર કાર્યક્રમ યોજાયો…

 

જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન દ્વારા ચાર વર્ષમાં 180 લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવવામાં આવ્યો.. હેલ્પ લાઈન દ્વારા અલગ અલગ સ્કૂલ કોલેજમાં અવેરનસના કાર્યક્રમ કરવામાં આવે છે તેના ભાગરૂપે જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર અને શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સંયુક્ત ઉપક્રમે હેપ્પી લાઈફ વિષય ઉપર સેમિનાર યોજવામાં આવ્યો . 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ ઉપક્રમે હેલ્પલાઇન દ્વારા છેલ્લા ચાર વર્ષમાં 180 વ્યક્તિના જીવન બચાવવામાં આવ્યા છે .તેમની ટીમના ડો.ધ્રુવ ગુપ્તા દ્વારા આ વિષય ઉપર કોલેજની વિદ્યાર્થીનીઓને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં ગ્રુપના અશોકભાઈ પઢિયાર, પતંજલિબેન પ્રજાપતિ, જયેશભાઈ સોની, ડો. પ્રકાશભાઈ મોદી, હસમુખભાઈ ચૌહાણ , ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ પટેલ ,કોલેજના પ્રિન્સિપાલ નેહલબેન પરમાર હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!