કેન્સરની દવાઓ પરનો GST 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો

કેન્સરની દવાઓ પરનો GST 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો

જીએસટી કાઉન્સિલે કેન્સરની દવાઓ પરનો ચીજવસ્તુ અને સેવા કર- GST – 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો છે. જીએસટી કાઉન્સિલની 54મી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

જીએસટી કાઉન્સિલે કેન્સરની દવાઓ પરનો ચીજવસ્તુ અને સેવા કર- GST – 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો છે. ગઈ કાલે નવી દિલ્હીમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણનાં અધ્યક્ષપદે યોજાયેલી જીએસટી કાઉન્સિલની 54મી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

બેઠક બાદ પત્રકાર પરિષદમાં સુશ્રી સીતારમણે જણાવ્યું કે, કેન્સરની સારવારનો ખર્ચ ઘટાડવા કેન્સરની દવાઓ પરનો જીએસટી દર ઘટાડવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે નાસ્તાઓ પરનો જીએસટી પણ 18 ટકાથી ઘટાડીને 12  ટકા કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, જીવન અને આરોગ્ય વીમા પરનો દર ઘટાડવા મંત્રીઓનાં જૂથની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ જૂથ ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં તેમનો અહેવાલ આપશે અને દર ઘટાડાનો નિર્ણય લેવા નવેમ્બર મહિનામાં બેઠક યોજાશે.

કાર સીટ પરનો જીએસટી દર 18 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યો છે. રૂફ માઉન્ટેડ પેકેજ યુનિટ, રેલવે માટેનાં RMPU એર કન્ડીશનિંગ મશીન પર 28 ટકાનો દર લાગશે. કાઉન્સિલે કોમ્પેનસેશન સેસ અંગે મંત્રીઓનું જૂથ રચવાનો પણ નિર્ણય લીધો છે. નાણા મંત્રીએ જણાવ્યું કે, રેટ રેશનલાઇઝેશન અને રિયલ એસ્ટેટ અંગેનાં મંત્રીઓનાં જૂથે ગઇ કાલે તેનો અહેવાલ રજૂ કર્યો હતો. ઓનલાઇન ગેમિંગ અને કેસિનો પર ટેક્સ અંગેનો સ્ટેટસ રિપોર્ટ પણ રજૂ કરાયો હતો.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!