નદી નાળા, કોઝ વે અને નીચાણ વાળા વિસ્તારમાં જવાનું ટાળવા અને બિનજરૂરી હરવા ફરવા ન જવા નાગરિકોને વિનંતી

બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલે જિલ્લાવાસીઓને વધુ વરસાદની આગાહી વચ્ચે સાવચેત રહેવા અપીલ

મુશ્કેલ પરિસ્થિતિમાં કન્ટ્રોલરૂમનો સંપર્ક કરવા અનુરોધ

નદી નાળા, કોઝ વે અને નીચાણ વાળા વિસ્તારમાં જવાનું ટાળવા અને બિનજરૂરી હરવા ફરવા ન જવા નાગરિકોને વિનંતી

(માહિતી બ્યુરો,પાલનપુર)

હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં સતત વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તેમજ આગામી સમયમાં વરસાદનું જોર વધે એવી સંભાવના છે. જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર સજજ બન્યું છે. કોઈપણ પરિસ્થિત ને પહોંચી વળવા માટે ટીમ બનાસ ખડેપગે તૈનાત છે.

જિલ્લામાં ભારે વરસાદી આફતની સંભાવના વચ્ચે જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલ દ્વારા જિલ્લાના સૌ નાગરિકોને સાવચેત અને તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લાવાસીઓને કલેકટર શ્રી મિહિર પટેલે નદી નાળા, કોઝ વે અને નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળવા અને બિનજરૂરી હરવા ફરવા ન જવા નાગરિકોને વિનંતી કરી છે.

જિલ્લામાં હાલ વરસાદની સ્થિતિ સામાન્ય છે છતાં પણ લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. વધુ વરસાદની સ્થિતિમાં ઊંચાણવાળા સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં જિલ્લા કલેકટર કચેરી કંટ્રોલ રૂમ અને તમામ મામલતદાર કચેરી ખાતેના કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરી છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!