વિદ્યાર્થી ખાનગી શાળા છોડી સરકારી શાળામાં આવ્યા
વિદ્યાર્થી ખાનગી શાળા છોડી સરકારી શાળામાં આવ્યા
રાજકોટમાં 104 વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. શાળાનાં આચાર્ય વનિતા રાઠોડ જણાવે છે કે, દર વર્ષે 100થી વધુ વિદ્યાર્થી ખાનગી શાળા છોડીને અહીં આવે છે.
રાજકોટમાં 104 વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડી વિનોબા ભાવે સરકારી પ્રાથમિક શાળા નંબર 93માં પ્રવેશ મેળવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળાનાં આચાર્ય વનિતા રાઠોડ જણાવે છે કે, દર વર્ષે 100થી વધુ વિદ્યાર્થી ખાનગી શાળા છોડી આ શાળામાં પ્રવેશ મેળવે છે. આ વર્ષે બાલવાટીકા અને ધોરણ 1ની સંખ્યા 150 જેટલી છે. હાલમાં શાળામાં 850 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે.
નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે આવેલી વિનોબા ભાવે સરકારી શાળાંમાં નવી બેન્ચ, કમ્પ્યુટર લેબ, મેથ્સ અને સાયન્સ કોર્નર છે. વિદ્યાર્થીઓ માટે એક્સપોઝર વિઝીટ અને અહીં એક્સપર્ટ ટોક પણ યોજવામાં આવે છે વિદ્યાર્થીઓ નિઃશુલ્ક પ્રવાસ કરી શકે છે. શોર્ટ ફિલ્મ બનાવે છે અને રમતગમત ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ સિદ્ધિ હાંસલ કરી શકે તે માટે બાસ્કેટ બૉલ નો પૉલ અને એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પણ ઉપલબ્ધ છે.