બાળક જન્મતાની સાથેજ બેભાન હાલતમાં મળતા પાલનપુર 108 ની ટીમે નવજીવન બક્ષ્યું.
બાળક જન્મતાની સાથેજ બેભાન હાલતમાં મળતા પાલનપુર 108 ની ટીમે નવજીવન બક્ષ્યું.
ગુજરાત સરકાર દ્વારા ચાલતી નિઃશુલ્ક સેવા એટલે ૧૦૮ ઈમરજન્સી સેવા ને કોઈપણ કટોકટીના સમયમાં ૨૪/૭ કલાક સેવા મા અવરિત હોય છે અને તેવોજ એક કિસ્સો પાલનપુર ૧૦૮ ની ટીમને આજે સવારે અંદાજે ૬ કલાકે લક્ષ્મીપુરા ગામના કોલ મળ્યો હતો કોલ મળતાની સાથે જ પાલનપુર ૧૦૮ ની ટીમના ઈએમટી ચંદ્રકાન્તભાઈ સોલંકી અને પાઈલોટ સાદિકભાઈ શેખ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા ત્યાં પહોંચતા દર્દીને તપાસતા માલૂમ પડ્યું હતું કે પ્રસુતિ થઈ ગઈ હતી અને દર્દી હોસ્પિટલ જવાની ના પડે છે અને બાળક વિશે માહિતી લેતા બાળક બેભાન હાલતમાં છે તેવું જણાવ્યું હતું એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર પાલનપુર ૧૦૮ ના ઈએમટી ચંદ્રકાન્તભાઈ સોલંકી એ બાળક ને એમ્બ્યુલન્સ મા લઈ દર્દીની સંપૂર્ણ વિગત હેડ ઓફિસ સ્થગિત ડૉ શ્રી ની સલાહ મુજબ માતા ને પ્રાથમિક સારવાર અને બાળક ને ગળામાં પ્લેસેન્ટા દૂર કરી કૃત્રિમ શ્વાસોશ્વાસ અને છાતીમાં દબાણ ( CPR ) આપતા ની સાથે નજીકના સરકારી હોસ્પિટલ માં પહોચાડ્યા હતા અને માતા અને બાળક નો અણમોલ જિંદગી બચી હતા તેમના પરિવારજનોએ ૧૦૮ ની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.