નર્મદા જિલ્લામાં રક્તપિતના ૩૩ દર્દીઓ મળી આવ્યા.
નર્મદા જિલ્લામાં રક્તપિતના ૩૩ દર્દીઓ મળી આવ્યા.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રક્તપિત દર્દી શોધ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના પાંચ તાલુકાના ૨૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૧૬૯ આયુષ્માન આરોગ્ય મંદિર અને એક શહેરી આરોગ્ય કેન્દ્ર હસ્તકનાં તમામ ગામોમાં આશા બહેનો તથા પુરૂષ સ્વયં સેવકોની ૭૦૦ ટીમ દ્વારા ઘરે-ઘરે ફરીને રક્તપિતના શંકાસ્પદ કેસ શોધવાની કામગીરી ચાલી રહી છે. 18 જુન સુધીમાં જિલ્લાના ૮૪ હજારથી વધુ ઘરોની મુલાકાત લઈ ૪ લાખથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં જિલ્લામાં રક્તપિતના કુલ ૩૩ દર્દીઓ મળી આવ્યા છે, જેમાં ૨૧ બિન ચેપી તથા ૧૨ ચેપી પ્રકારના કેસ મળી આવ્યા છે. જેમાં તમામ દર્દીઓને સારવાર હેઠળ મુકવામાં આવ્યા છે. જિલ્લામાં રક્તપિત દર્દી શોધ અભિયાન અંતર્ગત ચાર જુલાઇ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે.