મતદાનનો વિડિયો સોશિયલ મિડીયામાં વાયરલ મામલે તંત્રની કડક કાર્યવાહી.
મતદાનનો વિડિયો સોશિયલ મિડીયામાં વાયરલ મામલે તંત્રની કડક કાર્યવાહી.
મતદાન કરતો વિડિયો વાયરલ કરનાર અજાણ્યા ઈસમ સામે વાવ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ.
(માહિતી બ્યુરો, પાલનપુર)
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લામાં મતદાન હતું. જે દરમિયાન મતદાન કરતો એક વિડિયો કોઈ અજાણ્યા ઈસમે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે વિડિયોને ગંભીરતાથી લઈ ચુંટણી પંચની માર્ગદર્શિકા ભંગ કરવા મામલે અજાણ્યા ઈસમ સામે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
ભારતના ચુંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મતદાન મથકમાં મતદારોને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. પરંતુ ૭-વાવ વિધાનસભા મતદાર વિભાગના બુથ નં.૧૩૫-જાનાવાડા-૧ પર મતદાન સમયે કોઈ અસામાજિક તત્ત્વ દ્વારા ઇ.વી.એમ. મશીનમાં મતદાન કરતો વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. જે મામલાને ગંભીરતાથી લઈ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી દ્વારા મદદનીશ ચુંટણી અધિકારીશ્રી સૂઇગામને આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જે બાદ વાયરલ વિડિયો મામલે તપાસ કરી ઝોનલ અધિકારીશ્રીએ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૮ અને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧F હેઠળ વાવ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.