ડીસા ખાતે ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું

ડીસા ખાતે ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં બનાસની ધરતી પર થી ચૂંટણી પ્રચારન શ્રી ગણેશ કર્યા

એસસી, એસટી, ઓબીસી અનામત નાબૂદ નહિ થાય – વડાપ્રધાન

 

રાજ્યમાં લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમા બનાસની ધરતી પર થી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે ડીસા ખાતે યોજાયેલા ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ અનામત નાબૂદ કરવાના જુઠ્ઠાણાં ફેલાવી તેમજ ફેંક વીડિયો વાયરલ કરી લોકોને ભરમાવવાનું કામ કરી રહી છે

ડીસા એરોદ્રામ ખાતે બનાસકાંઠા અને પાટણ લોકસભા મત વિસ્તારનું ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જંગી જનસભાનું સંબોધન કરતાં જણાવ્યું હતું 2014 માં અનેક પડકારો વચ્ચે દેશની ઉન્નતિ માટે કામ કરી તેમજ અનેક યોજનાઓ થકી લોકો ના જીવનમાં બદલાવ લાવ્યા છે સામે કોંગ્રેસ સામે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે તેમની પાસે કોઈ મુદ્દા જ નથી તેમના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ જોવા મળે છે કોંગ્રેસ એસસી.એસટી અને ઓબીસી અનામત નાબૂદ કરવા નું જુઠાણું ફેલાવી લોકોને ગુમરાહ કરી રહી છે અમે બાબા સાહેબ આંબેડકર ના બંધારણ કોઈ ફેરફાર કરવાનું પાપ કરવાના નથી દિલ્લીમાં કોંગ્રેસના દિગ્ગજો જ કોંગ્રેસમાં વોટ આપી શકે તેવી હાલતમાં નથી તેમની પાસે ન તો મુદ્દા કે ન વિઝન હોય ફેંક વીડિયો વાઇરલ કરી લોકોને ભરમાવવનું કામ કરી રહ્યા છે સાથે દિલ્લીમાં સ્થીર સરકાર માટે બનાસકાંઠા અને પાટણ બેઠક પર થી કમળ ને ચૂંટી દિલ્લી મોકલવા અપીલ કરી હતી આ સભામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર.પાટીલ,જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિ સિંહ વાઘેલા સહિત અગ્રણીઓ બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડો.રેખાબેન હિતેશભાઈ ચોધરી પાટણ બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!