મોરિયા ગામે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.
મોરિયા ગામે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.
ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરીએ દર્શનનો લહાવો લીધો.
પાલનપુર તાલુકાના મોરીયા ગામે માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચાયે ઉપસ્થિત રહી દર્શનનો લ્હાવો લીધો હતો .પાલનપુર નજીક આવેલ મોરીયા ગામે આયોજિત શ્રી દઘાવ માતાજી અને હડકાઈ માતાજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન હિતેશભાઈ ચૌધરીએ હાજર રહી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને બનાસકાંઠા જિલ્લાની વિકાયાત્રાને અવિરત રાખી વધુ વેગવંતી બનાવવા અને વિકસિત બનાસકાંઠાનું નિર્માણ કરવા આહ્વાન કર્યું. અહીં હાજર ભકતગણોનો ભાજપને જીતાડવાનો ઉત્સાહ ઉમંગ વધાર્યો હતો.