બનાસ મેડિકલ કોલેજ મોરિયા દ્વારા ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અંતર્ગત ખેમાણા ગામે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો.
બનાસ મેડિકલ કોલેજ મોરિયા દ્વારા ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અંતર્ગત ખેમાણા ગામે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો.
બનાસ મેડીકલ કોલેજ મોરિયા સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ના ચેરમેનશ્રી પી.જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકા ના ખેમાણા પ્રાથમિક શાળા ખાતે મેડિકલ કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું૦૫/૦૨/૨૦૨૪ ને સોમવાર ના કોમ્યુનિટી મેડીસીન વિભાગ તેમજ બનાસ મેડિકલ કોલેજ, મોરિયા દ્વારા ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અંતર્ગત ખેમાણા ખાતે ની:શુલ્ક નિદાન મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ગ્રામજનો તેમજ આજુબાજુના લાભર્થીઓ ની બીમારીને અનુલક્ષીને સર્વે રોગોની તપાસ અને નિદાન નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવી હતી. આ મેડિકલ કેમ્પ ખેમાણા પ્રાથમિક શાળા માં યોજાયો હતો. જેમાં કોમ્યુનિટી મેડીસીન વિભાગ ના વડા ડૉ. પુષ્ટિ વાછાણી ડૉ. નિતેશ પટેલ ના માર્ગદર્શન હેઠળ ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ ખડેપગે રહી સારવાર કરવામાં આવી હતી આ ની:શુલ્ક કેમ્પમાં ડૉ.અશ્વિન ડેલ, ડૉ.દિનેશ ચૌધરી, ડૉ.ઝરણા દરજી, અંકેશ પ્રજાપતિ , કોશિક પ્રજાપતિ તેમજ મેડિકલ સોશિયલ વર્કર કનુભાઈ કુનીયા સહીત મેડિકલ સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળતા પૂર્વક સંપૂણ થાય એના માટે ગામના સરપંચ શ્રી દલજીભાઇ બોકા ,પ્રાથમિક શાળાના આચાર્ય ભગવાનભાઈ ,શ્રી સી.એસ.દોશી હાઈસ્કુલ ના આચાર્ય પિયુષભાઈ પ્રજાપતિ અને ગામની દૂધ મંડળીના મંત્રી જીગરભાઈ પ્રજાપતિ દ્વારા સહયોગ મળ્યો હતો.
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ