બાલારામ નદીમાં પડતા યુવક નું મૃત્યુ, મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી

પાલનપુરના બાલારામ પાસે નદીમાં ન્હાવા પડ્યા હતા, મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા બાલારામ નજીક ધારમાતા પાસે નદીમાં બે યુવકો ગઈકાલ સાંજે નાહવા પડ્યા હતા. સાંજના સમયે બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ પાલનપુર તાલુકા પોલીસને થતા તાલુકા પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી. સ્થાનિક તરવૈયાની મદદથી આજે બંને યુવકના મૃતદેહો પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.પ્રાથમિક દૃષ્ટિએ આ યુવકો બંને પરપ્રાંતિય હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ પાલનપુર ખાતે તિબેટિયન માર્કેટમાં કામ કરતા હતા. એક યુવક બિહાર અને બીજો યુવક મિઝોરમનો છે. સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસે બંને યુવકના મૃતદેહ કબજો લઈ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થ ખસેડી તેમના પરિવારની શોધ ખોળ હાથ ધરી છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!