વડગામ આંબેડકરનગર પ્રા. શાળા ના શિક્ષક દ્વારા નવા વર્ષ ની અનોખી ઉજવણી કરવામાં આવી.
વડગામ આંબેડકરનગર પ્રા. શાળા ના શિક્ષક દ્વારા નવા વર્ષ ની અનોખી ઉજવણી કરવામાં આવી.
વડગામ તાલુકાની આંબેડકરનગર પ્રા. શાળા માં ફરજ બજાવતા શિક્ષક જીતેન્દ્રકુમાર મણિલાલ ભાટીયા એ પોતાની શાળાના તમામ બાળકો ને ગરમ સ્વેટર નું વિતરણ કરી નવા વર્ષ ની અનોખી ઉજવણી કરી હતી. આ કાર્યક્રમ માં વડગામ સરપંચ પ્રવીણભાઈ પરમાર, વડગામ રોહિત જલા ના પ્રમુખ નાનજી ભાઈ ભાટિયા, પ્રમુખ કરસનભાઈ પ્રેમજીભાઈ પરમાર નિવૃત કેળવણી નિરીક્ષક, શૈલેષભાઇ પરમાર એસ. એમ. સી. સભ્ય સચિવ સંગીતાબેન પટેલ આચાર્ય અને જયંતીભાઈ, દિપકભાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. વિશેષ માં આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ સંજયભાઈ દવે ટેલિફોનિક અભિનંદન પાઠ્યા હતા.