શ્રી ધન્યધાર પ્રજાપતિ સમાજ 42 ગોળ પાલનપુર દ્વારા સ્નેહમિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
શ્રી ધન્યધાર પ્રજાપતિ સમાજ 42 ગોળ પાલનપુર દ્વારા સ્નેહમિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
પવન એક્સપ્રેસ
૪૨ ગોળ વેલફેર ટ્રસ્ટ પાલનપુર દ્વારા આયોજિત શ્રી ધન્યધાર પ્રજાપતિ સમાજ 42 ગોળ શ્રી ધન્યધાર પ્રજાપતિ પ્રગતિ મંડળ પાલનપુર પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ.
પાલનપુરમાં ધનિયાણા ચાર રસ્તા પાસે આવેલ 42 ગોળ પ્રજાપતિ સમાજની છાત્રાલયમાં 42 ગોળ પ્રજાપતિ સમાજના વિદ્યાર્થી તારલાઓનું સન્માન કરી તેમને દાતાશ્રીઓ તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મોટીવેશનલ સ્પીકર હાર્દિક પ્રજાપતિ દ્વારા પ્રજાપતિ સમાજમાં રહેલા સમાજના કેટલાક નિયમોને સુધારો લાવવાનું સૂચન કરવામાં આવેલ અને સમાજની બહેનો ભાઈઓને કેવી રીતે પ્રગતિ કરી શકાય તેવું પોતાની સ્પીચમાં જણાવ્યું હતું અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું હતું
વેલફેર ટ્રસ્ટ અને 42 ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા સમાજની અંદર સમાજમાં રહેલા કેટલાક નિયમોમાં સુધારા પણ કરવામાં આવ્યા હતા અને તે સુધારાને લાગુ કરવા સમાજના ભાઈઓ બહેનોને જણાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અનિકેતભાઈ ઠાકર, વાદીલા કાળા હનુમાન મહંત શ્રી સીતારામ બાપુ તેમજ 42 ગોળ પ્રજાપતિ સમાજના આગેવાનો, દાતાશ્રીઓ અને સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, અને વેલ્ફેર ટ્રસ્ટ ના તમામે તમામ સભ્યોએ ખૂબ જ સારી એવી જહેમત ઉઠાવી આ કાર્યક્રમને દિપાવી ઉઠાવ્યો હતો
https://youtu.be/A7wAQLZBIx8?si=UgeHg3g7NwGv7sG_