પાલનપુર અમીરરોડ પરથી આધેડનો મૃતદેહ મળી આવ્યો.
પાલનપુર અમીરરોડ પરથી આધેડનો મૃતદેહ મળી આવ્યો.
પાલનપુર અમીરરોડ વિસ્તારમાંથી બુધવારે એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. શહેરના હાઉસીંગબોર્ડમાં રહેતા વ્યકિતનું મોત કુદરતી રીતે થયું હોવાનું પોલીસની તપાસમાં પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે.
પાલનપુર અમીરરોડ વિસ્તારમાંથી બુધવારે 50 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ પડેલો હોવાથી લોકોને જાણ થતા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. આ અંગેની જાણ પૂર્વ પોલીસ મથકને કરવામાં આવી હતી. પી.આઇ. સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી તપાસ કરતાં મૃતદેહ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા નાશીરભાઈનો હોવાનું સામે આવ્યું હતુ. આ અંગેની જાણ કરતા પરિવાર પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.