તંમ્બોળીયાની સગર્ભા મહિલાની 108 વાનમાં પ્રસુતિ કરાવી
તંમ્બોળીયાની સગર્ભા મહિલાની 108 વાનમાં પ્રસુતિ કરાવી
પાટણ હારીજના તંમ્બોળીયા ગામમાં રહેતા આજમિબેન વસારામભાઈ રાજપૂત ને પ્રસુતિનો અસહ્ય દુખાવો ઉપડતાં 108 નો સંપર્ક કર્યો હતો . ચાણસ્મા 108 ઇએમટી વિજેન્દ્ર ડોડીયા અને પાયલોટ કમલેશ ઠાકોર સ્થળ પર પહોંચી દર્દીને તપાસ કરતાં એમનીયોટિક ફ્લૂઇડ લીકેજ થઇ ગયેલ હોય અને અસહ્ય દુખાવો ચાલુ જ હોય ગામના બસ સ્ટેન્ડથી સહેજ આગળ નીકળતા જ દર્દીને ખુબજ વધારે ડિલિવરીનો દુખાવો ઉપડતાં 108 ને સાઈડમાં ઉભી રાખી હેડ ઓફિસે રહેલા ERCP ટીમનો સંપર્ક કરીને દર્દીની સ્થિતિ વિશે જણાવતા ઇએમટી અને પાયલોટ દ્વારા માર્ગદર્શન મુજબ 108 માં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી જરૂરી સારવાર આપી બાળક અને માતા બંનેનો જીવ બચાવ્યો હતો . સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચાણસ્મામાં ખસેડાયા હતા
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ