“શબ્દો સાથે પ્રેમ અમારે” નામથી ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું
“શબ્દો સાથે પ્રેમ અમારે” નામથી ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.
શબ્દની સુરતા ગ્રુપ દ્વારા તા. ૨૬-૧૧-૨૦૨૩, રવિવારના રોજ પ્રણામી ગ્લોબલ સ્કુલ જામનગર ખાતે “શબ્દો સાથે પ્રેમ અમારે” નામથી ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભર માંથી ૨૭ જેટલા નામાંકિત કવિ-કવયિત્રી હાજર રહ્યા હતાં અને તેમના દ્વારા રચનાઓનું પઠન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના આયોજન માટે સ્થાનિક કવિઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
શ્રી પ.પૂ.૧૦૮ શ્રી લક્ષ્મણદેવજી મહારાજશ્રીના પાવન હસ્તે દીપ પ્રાગટ્યવિધિ કરવામાં આવી હતી, જામનગરના શિરમોર કવિ ડો. સતીશચંદ્ર વ્યાસ, કિરીટ ગોસ્વામી, વીરુ દોશી અને પ્રણામી ગ્લોબલ સ્કુલના કેમ્પસ ડાયરેકટર શ્રી તનેજા સાહેબ હાજર રહી કવિઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્વાગતવિધિ કવિ શૈલેષભાઈ પંડયા “નિશેષ” દ્વારા અને આભારવિધિ શબ્દની સુરતા ગ્રુપના મુખ્ય સંચાલકશ્રી નીતેશભાઈ ટાંક દ્વારા કરવામાં આવી હતી.
સમગ્ર કવિ સંમેલનનું સફળ સંચાલન કવિ સુનીલ કઠવાડીયા અને કવયિત્રી હીના પંડ્યાએ કર્યું હતું.