કાળી ચૌદશે હનુમાનજીની પૂજા વિધિ કરવાનું વિશેષ ફળ મળે છે. તો જોઈએ કેવી રીતે હનુમાનજીની પૂજા કરવી જોઈએ.
કાળી ચૌદશે હનુમાનજીની પૂજા વિધિ કરવાનું વિશેષ ફળ મળે છે. તો જોઈએ કેવી રીતે હનુમાનજીની પૂજા કરવી જોઈએ.
કાળી ચૌદસનો તહેવાર, નરક ચતુર્દશી દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, નરક ચતુર્દશીનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે યમરાજ, માતા લક્ષ્મીની પૂજા સાથે ભગવાન હનુમાનની પૂજા કરવાની પરંપરા છે.
શાસ્ત્રો અનુસાર દિવાળીના દિવસે ભગવાન રામ રાવણનો વધ કરીને 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફર્યા હતા. તેમના પરત ફરવા માટે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. હનુમાનજીએ તેમના સમર્પણ અને ભક્તિથી શ્રી રામને પ્રસન્ન કર્યા હતા. આ કારણે હનુમાનજીએ તેમને વરદાન આપ્યું હતું કે, દુનિયામાં તેમની પૂજા કરતા પહેલા તેમના પરમ ભક્ત હનુમાનજીની પૂજા કરવામાં આવશે. બસ આ જ કારણે દિવાળીના એક દિવસ પહેલા હનુમાનજીની વિધિવત પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ શુભ સમય અને પૂજાની વિધિ…
કાળી ચૌદસ ક્યારે શરૂ થશે અને ક્યાં સુધી
હિંદુ કેલેન્ડર મુજબ, ચતુર્દશી તિથિ 11મી નવેમ્બરે બપોરે 01:59 વાગ્યે શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે એટલે કે 12મી નવેમ્બરે બપોરે 02:46 વાગ્યે સમાપ્ત થઈ રહી છે.
આ રીતે કરો હનુમાનજીની પૂજા
કાળી ચૌદસના દિવસે રોજિંદા કાર્યોમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરવું. આ પછી, સ્વચ્છ કપડાં પહેરો. ત્યારપછી એક બાજોટ કે પાટલા પર લાલ રંગનું કપડું પાથરીને હનુમાનનું ચિત્ર અથવા મૂર્તિ મૂકો. સૌથી પહેલા ફૂલની મદદથી પાણીથી આચમન કરો. આ પછી અનામિકા આંગળી (ટચલી આંગળીની બાજુની આંગળી) થી હનુમાનજીને રોલી, કુમકુમ વગેરે ચઢાવો. તેની સાથે ફૂલ, માળા વગેરે અર્પણ કરો. તેની સાથે બુંદીના લાડુ અથવા અન્ય કોઈ મીઠાઈ ચઢાવો. ત્યારબાદ ઘી અને ધૂપનો દીવો પ્રગટાવવાની સાથે હનુમાન ચાલીસા અને 108 વખત મંત્ર – ‘ऊं नमो हनुमन्ते भय भंजनाय सुखं कुरु कुरु फट् स्वाहा’ નો પાઠ કરો. આ પછી, યોગ્ય આરતી કરો. છેલ્લે, ભૂલ માટે માફી માગો.