અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા પ્રજાપતિ સમાજના અગ્રણીઓનું ભવ્ય સન્માન સમારંભ અને પુસ્તક વિમોચન નો કાર્યક્રમ યોજાયો.
અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા પ્રજાપતિ સમાજના અગ્રણીઓનું ભવ્ય સન્માન સમારંભ અને પુસ્તક વિમોચન નો કાર્યક્રમ યોજાયો.
અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા વડોદરા ના ગોત્રીમાં આવેલ સત્યનારાયણ પાર્ટી પ્લોટ ખાતે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના ગુજરાત ભરના જિલ્લા અને તાલુકા કક્ષાના હોદ્દેદારોનો ભવ્ય સન્માન સમારોહ અને પુસ્તક વીમોચન નો કાર્યક્રમ યોજાયો હતો
આ કાર્યક્રમમાં ભારત સરકારના ઇફકો ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા વડોદરાના મેયર પિન્કીબેન સોની અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના આદ્ય સ્થાપક દલસુખભાઈ પ્રજાપતિ વિષ્ણુભાઈ પ્રજાપતિ રાજેશભાઈ પ્રજાપતિ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં સી કે વિદ્યાલયની બાળાઓ દ્વારા રાસ ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા સમગ્ર ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાના પ્રમુખ મંત્રી શ્રી સહિતના હોદ્દેદારોનું સન્માન ને સ્વાગત કરવામાં આવ્યું હતું
ગુજરાત પ્રજાપતિ સંઘની સ્થાપના ૧૯૮૬માં દલસુખભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી અને 1986 થી આજ દિન સુધીના કરેલા કામગીરીની માર્ગદર્શક સ્વરૂપે બે પુસ્તકોનું વિમોચન આ ક્ષણે કરવામાં આવ્યું હતું
પ્રજાપતિ સમાજના દિકરા દીકરીઓનું ઉચ્ચ અભ્યાસ અર્થે શિક્ષણભવનના નિર્માણ અર્થે દલસુખભાઈ પ્રજાપતિએ 25000 ચોરસ મીટર જમીન પ્રજાપતિ સમાજને દાનમાં આપી હતી
આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત થી પ્રજાપતિ સમાજના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
બનાસકાંઠા વતી બનાસકાંઠા ના અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના તાલુકા કક્ષાના અને શહેર કક્ષાના પ્રમુખ મંત્રી અને સભ્યો એ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
શિવરામભાઈ પ્રજાપતિ, જે.બી. પ્રજાપતિ, પિનાકીનભાઈ ઓઝા, બાબુભાઈ ચડોખીયા,હરગોવિંદભાઈ, જયંતીભાઈ જાલોરિયા, કનુભાઈ વાવડીયા, જીતેન્દ્રભાઈ પ્રજાપતિ, મિતુલભાઈ પ્રજાપતિ, ખેમાભાઈ પ્રજાપતિ, પવનભાઈ પ્રજાપતિ, સુરેશભાઈ પ્રજાપતિ, સંકરભાઈ, ભીખાભાઈ સહિતના જીલ્લાભરના ત્રીસ જેટલા સભ્યોએ વડોદરા ખાતે થયેલ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
https://youtu.be/QWEnF1IbJKw?si=fi0JEnAOCPLVHJwk